૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવતો હોઈ યોગ ભગાવે રોગ સૂત્ર સાર્થક થાય છે, જોકે નિયમિત યોગ કરવાથી મન સ્વચ્છ બને છે અને શરીર સુડોળ બનતું હોઈ કેટલાક લોકો નિયમિત યોગ કરે છે, ત્યારે લાયન્સ સ્કૂલ જેતડા દ્વારા આજરોજ ૨૧ મી જૂન નિમિત્તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય પ્રહલાદભાઈએ બાળકોને યોગનું મહત્વ સમજાવી નિયમિત યોગ એ ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું તેમજ શાળાના અનુભવી અને ઉત્સાહિત શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિએ બાળકોને યોગ કરાવ્યા હતા અને દરેક યોગના ફાયદા સમજાવ્યા હતા. જેમાં વિધાર્થી ભાઈ-બહેનો, શિક્ષક મિત્રો, ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના શિક્ષક સુબાભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માની રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બ.કા.(થરાદ)