અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટ વધી રહી છે. શહેરમાં ઓઢવની દર્શન સોસાયટીમાં રહેતા વિશાલભાઈ કડિયાનાકા પાસે પાયલ જ્વેલર્સના નામે દુકાન ધરાવી વ્યવસાય કરે છે. બે દિવસ પહેલા રાત્રીના સમયે તેઓ ઘરે જતા હતા ત્યારે દુકાનના વકરાના રૂ.૩૫ હજાર તથા સોના-ચાંદીના ૧૫ હજારના દાગીના તેઓ ઘરે લઈ જવાના હોવાથી તેમણે પાણીના જગમાં પૈસા અને દાગીના મુક્યા હતા. દુકાન બંધ કરવા માટે તેઓ બહાર આવ્યા અને આ પૈસા અને દાગીના ભરેલો જગ દુકાનની બહાર ઓટલા પર મૂક્યો હતો અને બાદમાં દુકાન બંધ કરી હતી. જાે કે દુકાન બંધ કરીને પરત આવ્યા ત્યારે પાણીનો જગ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યો શખ્સ આ જગની સાથે પૈસા અને દાગીનાની ચોરી કરી ગયો હોવાની જાણ થતા તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી કરનાર કોઈ જાણભેદુ હોય તે અંગે આરોપીને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં ઓઢવ વિસ્તારમાં એક જ્વેલર્સે ચોરીના ડરથી પોતાના દાગીના છૂપાવવા માટે કોઈને ખબર ન પડે તે માટે પાણી ભરવાના જગમાં દાગીના મૂક્યા હતાં. પરંતુ આ આ જગની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. જ્વેલર્સે ચોરી થયાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે આ ગુનામાં કોઈ જાણ ભેદુએ ચોરી કરી હોવાનું જણાંતા તપાસ આદરી છે.