ગુજરાત ના 33 જિલ્લા અને 252 તાલુકાઓની કારોબારી ધરાવતું પત્રકારોનું ગુજરાત પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કત્રોડિયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા નાં માર્ગ દર્શન હેઠળ ૩૩ જિલ્લાઓમાં અને 252 તાલુકામાં તેની કારોબારીની રચના થઈ ચૂકી છે વડોદરા જિલ્લામાં પણ જિલ્લાની કારોબારીની રચના થયા બાદ ડભોઇ તાલુકા સમિતિની રચના કરવા માટે ડભોઇ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં લોકશાહી ઢબે પ્રમુખ તરીકે કેતનભાઈ રોહિત ચૂંટાઈ આવ્યા હતા ઉપરાંત અન્ય હોદ્દેદારો જેમાં , ૩ ઉપપ્રમુખ જેમાં દીપક જોષી , ફકીરમહંમદ ખત્રી , નિમેષ સોની, ૨ મહામંત્રી જેમાં રીયાઝ ડાબીવાલા , રાજુભાઈ ગરાસિયા ,૩ સહમંત્રી જેમાં ચિરાગ તમાકુવાલા ,લાલભાઈ ભટીયારા,વિકાસ ચતુર્વેદી , અને આઇ ટી સેલ માં વશિષ્ઠ ભટ્ટ ની ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી નવા વરાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત તમામ પત્રકારોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી ફૂલહાર કરી શુભેરછાઓ પાઠવી હતી આ પ્રસંગે ગુજરાત એકતા પરિષદના પ્રદેશ મંત્રી અને જીલ્લા ના પ્રભારી નિલેશભાઈ પાઠક જિલ્લા પ્રમુખ વરુણસિંહ સોલંકી ,જીલ્લા ઉપ પ્રમુખ હુસેનભાઇ મન્સૂરી , મહામંત્રી સીમાબેન મેમણ દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની રૂપરેખા રજૂ કરી હતી અને નવનિયુક્ત તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.