ડીસામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ મંત્રીને ડીસા શહેર પોલીસ મથકે નજરકેદ

પીએમના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ અટક

0
1725

ભેમાભાઈ ચૌધરીને અને રમેશભાઈ નાભાણીને પોલીસ મથકે લવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બનાસકાંઠાના દિયોદરની મુલાકાતે આવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ મંત્રીને ડીસા શહેર પોલીસ મથકે નજરકેદ કરવામાં આવ્યા હતા દિયોદરના સણાદર ખાતે વિવિધ પ્લાન્ટનું મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની ખાનગી રાહે માહિતી પોલીસને મળી હતી.મંગળવારે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીના ઘર બહાર ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના માણસો ગોઠવાઈ ગયા હતાં અને ભેમાભાઈ ચૌધરી બહાર નીકળતાની સાથે જ પોલીસે મોબાઈલ વાનમાં બેસાડી પોલીસ મથકમાં નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જયારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી રમેશભાઈ નાભાણીને પણ ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા દક્ષિણ પોલીસ મથકમાં નજરકેદ કરાયા હતાં.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here