ડેડિયાપાડામાં સગીરાને જબરજસ્તી બિયર પીવડાવી બેભાન કરી 6 શખસે ગેંગ રેપ કર્યો, આરોપીઓમાં એક સગીર સામેલ

0
144
ગેંગ રેપ કેસમાં પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar

ગેંગ રેપ કેસમાં પકડાયેલા આરોપીઓ

  • સગીરા એસટી બસનો પાસ કઢાવવા ડેડિયાપાડા બસ સ્ટેન્ડમાં ફોર્મ ભરવા ગઈ હતી
  • તપાસમાં નશો કરાયાનું બહાર આવશે તો પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાશે
  • પોલીસે દુષ્કર્મ સાથે પોક્સો અને એક્ટ્રોસિટી એક્ટની કલમ પણ લગાવી

સોશિયલ મીડિયા અને પોર્ન ફિલ્મો જોઈ આજના બાળકો ના કરવાનું કરી બેસે છે. અને પોતાની જિંદગી ખરાબ કરી દે છે. એવો એક કિસ્સો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બન્યો છે. 6 યુવાનો ભેગા મળી એક સગીર વયની કિશોરીને ઉઠાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આખી રાત ગોંધી રાખી સામુહિક દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના નર્મદા જિલ્લા માટે કલંકિત બની છે. એક નાબાલિક અને 5 યુવાનો ભેગા થઈને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જોકે ઘટનાની જાણ પોલીસને થતા ગણતરીના કલાકોમાં 6ને શોધી ધરપકડ કરી છે. પોલીસે દુષ્કર્મ સાથે પોક્સો અને એક્ટ્રોસિટી એક્ટની કલમ પણ લગાવી છે. જો સગીરાને યુવકોએ જબરજસ્તીથી બિયર પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યુંનું જો તપાસમાં બહાર આવશે તો પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડાના એક ગામની એક સગીરવયની કિશોરી સ્કૂલ જવા ઘરેથી નીકળી હતી. ખાનગી ગાડીમાં ડેડિયાપાડા આવે છે અને સ્કૂલ પાસ કઢાવવાનો હોય ફોટો પડાવી ફોર્મ સબમિટ કરવા ડેડિયાપાડા ડેપોમાં જાય છે. જ્યાં આ એકલી કિશોરીને જોઈ પોતાના મનમાં ઉઠતી કામવાસનાને પૂર્ણ કરવા એસટી ડેપોમાં હાજર કિર્તન સતીશભાઇ વસાવા નામનો યુવાન આ સગીરાને તેના ગામની વાતો કરી તેના સંબંધી કાર્તિકભાઇ સોમાભાઇ વસાવા હાઈસ્કૂલની પાછળ મળવા બોલાવે છે એમ કહી સ્કૂલ પાછળ આવેલા પી.ડબ્લ્યુ.ડીના જુના કંડમ મકાનમાં લઈ જઈ પહેલા માળે આવેલ એક રૂમમાં સગીરા વિરુદ્ધ મરજી વિરુધ્ધ દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. બાદમાં નજીકમાં આવેલ ધામણ ખાડીના સામા કિનારે લઈ જઈ જ્યાં પહેલેથી હાજર આકાશ વસાવા તેમજ કાર્તિક વસાવા સગીરાની સાથે બળજબરીપૂર્વક મરજી વિરુધ્ધ દુષ્કર્મ કરે છે. ત્યાર બાદ કાર્તિક અને તેના મિત્રો આ સગીરાને ગોંધી રાખી સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં ભોગ બનનારને તેના ખેતરે લઈ જઈ અને ત્યાં કાર્તિકના મિત્રો રવિભાઇ માછી તથા આરોપી રાહુલ વસાવા, રાહુલ સોલંકી તથા કાર્તિક બધા ભેગા થઈને ધાકધમકીઓ આપી સગીરા સાથે આખી રાત વારાફરતી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા રહ્યા અને છોડીને જતા રહ્યા હતા.

ડેડિયાપાડા પોલીસ સ્ટેશન

ડેડિયાપાડા પોલીસ સ્ટેશન

સામુહિક દુષ્કર્મથી ઇજાગ્રસ્ત સગીરા હેબતાઈ ગઈ અને તેના ઘરે ના ગઈ અને માસીના ઘરે જતી રહી. માસીનાં ઘરે ગઈ હતી. જેમાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી નહોતી જેથી આ હકીકત માતા પિતાને ખબર પડતાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સગીરાને લઈને આવતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં 6 શખસોને ઝડપી પાડ્યા હતા. ગેંગ રેપ કેસમાં એસ.સી, એસ.ટી સેલના DYSP એસ.જે.મોદી તપાસ કરી રહ્યા છે.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે, ડેડિયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં થયેલા સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના ગઈ 31મી જાન્યુઆરીએ બની હતી. પોલીસમાં જાણ થતાં આરોપીઓની શોધખોળ કરવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા વિસ્તારમાં ખાનગી બાતમીદાર મારફતે બાતમી આધારે આ સામુહિક દુષ્કાર્મને અંજામ આપનાર 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં એક સગીર અને પાંચ યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પુછપરછ કરતાં સામુહિક દુષ્કર્મના ગુનાની કબુલાત કરેલી છે. જેથી તમામ વિરુદ્ધ ડેડિયાપાડા પો.સ્ટે.ઇ.પી.કો.કલમ-363, 476(ડી), 376(2)(એન), 506(2), પોક્સો એક્ટ તથા એટ્રોસિટી એક્ટ મુજબના નોંધાયેલા ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

દુષ્કર્મ કરનાર
1) અંકિતભાઇ સતીશભાઇ તડવી રહે. થાણાફળીયા ડેડિયાપાડા
2) આકાશભાઇ અશોકભાઇ વસાવા
3) રવિકુમાર ઉર્ફે બુશી અતુલભાઇ માછી
4) રાહુલકુમાર છગનભાઇ વસાવા ત્રણેય રહે. પારસી ટેકરા ડેડિયાપાડા
5) રાહુલભાઇ ઉર્ફે નાનુ જયેશભાઇ સોલંકી રહે. નવીનગરી ડેડિયાપાડા
6) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here