ગ્રામપંચાયતોના સરપંચ- ડેપ્યુટી સરપંચ સહિત કમીટીના સભ્યોની નિયુક્તિ કરાયા બાદ પાંચ વર્ષ દરમિયાન ગામમાં વિકાસનો કાર્યો થાય તે હેતુસર ગ્રામપંચાયતની ટીમ કામગીરી બજાવવાની હોઈ ગામમાં ઠેર ઠેર ગ્રામ સભાઓ બાદ રાત્રી સભાઓ પણ ભરવામાં આવી રહી છે ત્યારે થરાદ તાલુકાના દિદરડા ગામે દુધ મંડળી ખાતે ગતરોજ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના કાર્યોની ચર્ચા જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, વય વંદના, ખેડૂતોને વારસાઈ કરવા સહિત સરકારના વિવિધ વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ હતી, તેમજ ગામના અન્ય પ્રશ્નોની ચર્ચા કરી ગામના પ્રશ્નોનું કેવી રીતે નિવારણ લાવી શકાય તેની કાળજી લેવાની ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે થરાદ ટીડીઓ અધિકારી, વિસ્તરણ અધિકારી સંજયભાઈ નાઈ, લલીતભાઈ ત્રિવેદી, તલાટી કમ-મંત્રી કે.વી. ચૌધરી, સરપંચ સહિત કમીટીના સભ્યો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ