થરાદના નાનામેસરા ગામે ગાયો માટે આયુર્વેદિક લાડું તેમજ વૃક્ષારોપણ કરાયું
પ્રકૃતિને જાળવી રાખવા વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે જેના કારણે વૃક્ષોનું ઉછેર કરી જતન કરવાની સૌની ફરજ બને છે ત્યારે નાનામેસરા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોનું જતન કરવાની પ્રતિબદ્ધતા દાખવી વૃક્ષોનો વધુમાં વધુ ઉછેર કરી પર્યાવરણ બચાવોનો સંદેશો પાઠવ્યો હતો.
બીજીબાજુ વર્તમાનમાં ગૌવંશમાં લંપી વાયરસ હોઈ લંપી વાયરસથી ગૌવંશ સંકટમાં છે, જોકે આવા કપરા સમયમાં ગૌસેવકો અને સેવાભાવી સંસ્થાઓ અગ્રેસર બની ગૌવંશ લંપી વાયરસથી સુરક્ષિત રહે તે હેતુથી ગૌસેવાના અનેક કાર્યો કરી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના નાના મેસરા ગામે ગામના સર્વે ગામવાસી યુવા ભાઈઓ શિવ મંદિરે સાથે મળીને ગાયોના રક્ષણ હેતું આયુર્વેદિક લાડું બનાવવામાં આવ્યા હતા. યુવા મિત્રોએ ગૌમાતાઓને આયુર્વેદિક લાડું ખવરાવી ગૌસેવાનું ભગીરથ કાર્ય બજાવ્યું હતું, જોકે આયુર્વેદિક લાડું તેમજ ગોળની સેવા પાંચ દિવસ અકબંધ રહેશે તેમ ગામના નાગરિકે જણાવ્યું હતું, આ પ્રસંગે ગામના સરપંચ રણશાજી વણકર, ભાવાભાઈ પટેલ સહિત સેવાભાવી યુવાનો, વડિલો ભગીરથ કાર્યમાં તેમજ વૃક્ષારોપણ કાર્યમાં સહભાગી બનવા ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ*