થરાદના બળિયા હનુમાનજી મંદિર ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની પુણ્ય તિથી ઉજવાઈ

0
620

થરાદના બળિયા હનુમાન મંદિર ખાતે રાજપુત સમાજના યુવાનો દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની પુણ્ય તિથિ ઉજવવામાં આવી હતી, જેમકે ઇસ.૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને અા તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫ માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો.

મેવાડ પર લાગેલા આગ્રહણનો અંત ઇ.સ.૧૫૮૫ માં થયો, ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯મી જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું, ત્યારે ગતરોજ થરાદ ખાતે રાજપુત સમાજના યુવા આગેવાન સંજયસિંહ રાજપુત થરાદ, ભરતસિંહ રાઠોડ ચારડા, કાંનાજી રાજપૂત થરાદ, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના થરાદના મહામંત્રી ભરતસિંહ એલ. રાજપુત જમડા, અધ્યક્ષ રમેશસિંહ રાજપૂત જમડા, જયરાજસિંહ રાજપૂત થરાદ, હાર્દિસિંહ રાજપૂત થરાદ, થાનાજી રાજપૂત, બળિયા હનુમાનજીના પૂજારી મોન્ટુ મહારાજ સહિતના મહારાણા પ્રેમી લોકો હાજર રહ્યા હતા.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here