થરાદના ભારોલતીર્થ ગામે પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0
450

થરાદના ભોરોલતીર્થ ગામે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી યોજાયો માર્ગદર્શન કાર્યક્રમ

ગતરોજ થરાદના ભોરોલતીર્થ ગામે આવેલ મહેતા નથુબેન હરિલાલ દેવચદ ઝવેરી હાઇસ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારી નોકરી મેળવવા માટે પરિક્ષાઓની તૈયારી કઇ રીતે કરી શકાય તે અંગે ગ્રામ પંચાયત આયોજિત માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે વાવ મામલતદાર સાહેબ શ્રી કે.એચ.વાઘેલા, થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ચૌધરી, તાલુકા વિસ્તરણ અધિકારી સંજયભાઈ નાઈ, જીએસટી ઇન્સ્પેક્ટર અમરસિંહ રાજપૂત, જેતડા સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિક્રમભાઈ માળી, રાજેશભાઈ દવે તેમજ અન્ય મહાનુભવો સહિત ગામના સરપંચ રામજીભાઈ ચૌહાણ, માજી સરપંચ જોગાજી ચૌહાણ સહિત ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી કયા વિષયમાં કઈ રીતે તૈયારી કરવી તે અંગેનું પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું તેમજ ભોરોલ સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ભોરોલ ગામના તમામ સરકારી કર્મચારીઓ સાથે મળી કાર્યક્રમનું ખૂબ જ સફળ આયોજન કર્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here