થરાદના મહાજનપુરા ગામના યુવકે MBBS ની ડિગ્રી મેળવતા થયો અભિનંદનનો વરસાદ

0
403

અડગ મનના મહેનતું વ્યક્તિને પહાડ પણ રોકી શકતું નથી તે કહેવતને મહાજનપુરા ગામના યુવકે સાર્થક કરી છે ત્યારે થરાદ તાલુકાના મહાજનપુરા ગામના વતની અને વર્તમાનમાં ચુડમેર ગૃપ ગ્રામપંચાયતના કર્મનિષ્ઠ સરપંચ એવા દેવરામભાઈ જે. આચાર્યના સુપુત્ર ભુપેન્દ્રભાઈ દેવરામભાઈ આચાર્યે તાજેતરમાં લેવાયેલ એમબીબીએસ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા, તેમજ ગૃપ ગ્રામપંચાયતના સરપંચ જેઓ સેવાકીય પ્રવૃત્તિઓથી સેવાની સુવાસ ચારેકોર ફેલાય તેવા અથાગ પ્રયત્નો થકી લોકહિતની કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમના સુપુત્ર ભુપેન્દ્રભાઈએ ડૉકટર બની લોકોની સેવા કરવાનું સ્વપ્ન સાકાર કર્યું હોઈ પરિવારજનો, બ્રહ્મસમાજના હિતેચ્છુઓ, ગ્રામજનો, મિત્ર મંડળ સહિત સગા-સંબંધીઓએ અભિનંદન પાઠવી ઉતરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી અભ્યર્થના સહ તેમના સાહસને બિરદાવ્યું હોઈ ભુપેન્દ્રભાઈ આચાર્યે સૌ શુભચિંતકોનો આભાર માન્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here