થરાદના રાહ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ પર્યાવરણ દિનની કરાઈ ઉજવણી
૫ મી જૂનને વિશ્વ પર્યાવરણ દિનની ઠેર ઠેર જગ્યાએ વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થરાદના રાહ ૧૦૮ ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો, વૃક્ષારોપણનો કાર્યક્રમ રાહ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને કરવામાં આવ્યું હતું, તેમજ રાહ ૧૦૮ માં ફરજ બજાવતા એમટી અશોકભાઈ સાધુ તથા પાયલોટ પીરાભાઈ ગોહિલ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ત્યાંના ડૉક્ટર ચિરાગભાઈ અને હિતેશભાઈ તથા સ્ટાફ સાથે મળીને રાહ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાહ ૧૦૮ના ઇએમટી અશોકભાઈ સાધુએ જણાવ્યું કે પર્યાવરણને બચાવવા માટે આપણે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ અને પર્યાવરણને બચાવીશું તો જ આ સજીવ સૃષ્ટિ બચી શકે છે માટે આજના સમયમાં પાણીના તળ બહુ જ ઊંડા જાય છે એનું મૂળ કારણ વૃક્ષોનું કટીંગ તથા વૃક્ષો ન ઉછેરવાના કારણે થાય છે માટે બનાસકાંઠામાં કપરી પરિસ્થિતિ સર્જાય તે પૂર્વે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી હોઈ સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું હોવાનું જણાવી વિશ્વ પર્યાવરણ દિનની શાનદાર ઉજવણી કરાઈ હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ