થરાદ પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલીંગમાં પીલુડાના પાટીયા નજીક ખાનગી બોલેરોની આડશ ઉભી કરી નાકાબંધી કરી વોચ ગોઠવી જીજે 05 એટી 9629 નંબરનું જીપડાલાને રોકવાનો ઈશારો કરતાં તેના ચાલકે થરાદ તરફ અને ત્યાંથી પરત સાંચોર તરફ ભગાવ્યું હતું.પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો ચાલુ રાખી આગળ ખોડા ચેકપોસ્ટે નાકાબંધી કરાવતાં જીપચાલકે વાંતડાઉ તરફ ભગાડતાં પોલીસે ત્યાં પણ એક ખાનગી બોલેરો જીપની આડાશ ઉભી કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના ચાલકોએ જીજે 08 બીએન 3162 નંબરની બોલેરોને ટક્કર મારી નુકશાન કર્યું હતું.
બુટલેગરોના જીપડાલાને પણ નુકશાન તેમજ તેમાં બેઠેલા બંન્ને શખ્સ માલસેંગભાઇ ઉર્ફે માલો જીવાજી ચૌહાણ (રહે.દુધવા તા.થરાદ) અને અરવિંદભાઇ શામજીભાઇ ચૌધરી (રહે.સવપુરા તા.થરાદ)ને ઇજા પણ થઇ હતી પોલીસે ડાલામાંથી વિદેશી દારૂની રૂ. 1,33,024નો 928 બોટલ દારૂ તથા 2,00,000 જીપડાલું ,10,000 મોબાઇલ અને 3500 રોકડ મળીને કુલ રૂ. 3,46,524નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે બંન્નેની અટકાયત કરી હતી.
Source – divya bhaskar