વિદ્યાર્થીની માર્કશીટ થઈ વાયરલ
ગુણ આપનાર શિક્ષક પર ઉભા થયા સવાલો
થરાદની મિયાલ પ્રાથમિક શાળાના શિક્ષક ભાન ભુલ્યા : વિદ્યાર્થીના રિઝલ્ટમાં સામે આવ્યો ગોટાળો
મિયાલની શાળાના શિક્ષકે ગુણ મુલ્યાંકનનો આંક વટાવી દેતા ઉડી રહી છે સોશિયલ મીડિયામાં શિક્ષણજગતની ઠેકડી….
થરાદ તાલુકાના મિયાલ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના પરિણામપત્રમાં મસ્ત મોટા છબરડાવાળું એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં વિગત એવી છે કે પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં અભ્યાસ પૂર્ણ કરી વાર્ષિક પરીક્ષા આપી ચૂકેલ વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું છે પરંતું કુલ ગુણની સીમા વટાવી મેળવેલ ગુણ કુલ ગુણ કરતા વધી જતાં શાળાના આચાર્ય સહિત શિક્ષક સામે અનેક સવાલો ઉઠયા છે કે વિદ્યાર્થીને કુલ ગુણમાંથી આપેલ મેળવેલ ગુણ કેવી રીતે વધી ગયા..? કે પછી શિક્ષકે વધારાના ગુણ કયાથી ઉમેરી ગુણ મૂલ્યાંકનની સીમા વટાવ્યાનો રેકોર્ડ બનાવ્યો છે તેવા અનેક સવાલો શાળાના જવાબદારો સામે ઉઠી રહ્યા હોઈ સોશિયલ મીડિયામાં ધોરણ ૮ ના વિદ્યાર્થી દશરથભાઈ ચૌધરીનું રિઝલ્ટ ચર્ચાસ્પદ બની ગયું છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં વિદ્યાર્થીને કુલ ગુણ ૧૬૦ માંથી મેળવેલ ગુણ વિદ્યાર્થીને આપવાના હોય છે પરંતુ મિયાલની પ્રાથમિક શાળામાં ધોરણ ૮(અ)ના વિદ્યાર્થીને અંગ્રેજી, સંસ્કૃત/પર્યાવરણ વિષયમાં ૧૬૦ માંથી ૧૬૫ ગુણ આપી દીધા છે જયારે સામાજિક વિજ્ઞાનમાં ૧૬૦ માંથી ૧૭૪ ગુણ આપી શાળાના શિક્ષણની વાસ્તવિકતા છતી કરી દેતા સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાસ્પદની સાથે સાથે હાસ્યાસ્પદ બની ગયો હોઈ શિક્ષણજગતની ઠેકડી ઉડી રહી છે, જોકે શાળાના આચાર્યની રહેમનજર હેઠળ બનેલ પરિણામપત્રમાં વર્ગ શિક્ષક ભાન ભુલ્યા હોય તેમ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં મસ્ત મોટો ગોટાળો કરી દેતાં વિદ્યાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદની સાથે સાથે હાલ તો સોશિયલ મીડિયામાં શિક્ષણ જગતની ઠેકડી ઉડી રહી હોઈ શાળા સામે અનેક સવાલો ઉઠવાની સાથે સાથે બેદરકારી દાખવનાર શાળાના શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ..? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ