કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી છેલ્લા બે વર્ષથી માનવજાતને ચિંતામાં ગરકાવ કરી દીધો હતો, જોકે ગત દિવસોમાં રાજયભરમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓના ધમધમાટથી લોકો કોરોનાને ભૂલી ભીડ એકઠી થતાં વળી ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં હોઈ દેશમાં તબક્કાવાર વેક્સિનેશનની કામગીરીથી રસીના ડોઝ અપાઈ રહ્યાં છે, ત્યારે ૧૫ થી ૧૮ વયના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હોઈ થરાદ ખાતે શ્રી ગાયત્રી વિદ્યાલય, શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય સહિતની અન્ય શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિનના ડોઝ આપવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જોકે કોરોનાની રસી સુરક્ષિત હોઈ તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગભરાટ વિના રસીનો ડોઝ લઈ ઘાતક કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન હથિયારરૂપ સાબિત થતું હોવાનું જણાવી વેક્સિન પ્રત્યે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ