૧૨મી જાન્યુઆરીના રોજ દેશભરમાં યુવા પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ઉજવાય છે, ત્યારે થરાદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા શ્રી દેવ વિદ્યામંદિર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે RSS ના તાલુકા કાર્યવાહ લક્ષ્મણભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને યુવાનો જોશ પુરૂં પાડતું વક્તવ્ય આપ્યા બાદ સ્કૂલના પ્રમુખ દેવાભાઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન એબીવીપી જીલ્લા સમિતી સદસ્ય અરવિંદભાઈ પુરોહિતે કર્યા બાદ કાર્યક્રમની આભારવિધી કાર્યક્રમના ઇન્ચાર્જ નગર સહમંત્રી રાજેશભાઈ જોષીએ કરી કાર્યક્રમ યોજ્યો હતો, આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રમુખ દેવાભાઈ પટેલ, સ્કૂલના પ્રિન્સિપાલ જયેશભાઈ પંડયા, એબીવીપી નગરમંત્રી યશપાલસિંહ ચૌહાણ, એબીવીપીના કાર્યકર દેવશીભાઈ ચૌધરી સહિતના કાર્યકરો, શિક્ષણગણ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here