HSCનું પરિણામ જાહેર થયા બાદ ગત ૬ જૂનના રોજ SSC નું પરિણામ જાહેર થતાં ધોરણ દસના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતા વિદ્યાર્થીઓમાં કયાંક ખુશી તો કયાંક નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧/૨૨ માં લેવાયેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં થરાદની સૂર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલના દરજી દિલીપકુમાર કિર્તીલાલ નામના વિદ્યાર્થીએ ૯૫.૧૬% તથા ૯૯.૮૩ પીઆર સાથે ઉત્તીર્ણ થઈ ગણિત અને વિજ્ઞાનમાં કુલ ગુણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને થરાદ તાલુકામાં વિષયની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેમજ શાળાના કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળા, પરિવાર સહિત ગામનું નામ રોશન કર્યું હતું, જોકે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧/૨૨ દરમિયાન લેવાયેલ SSC ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ થવા બદલ સંસ્થાના પ્રમુખ અમરતલાલ જોષી સહિત શાળાના પ્રિન્સીપાલ જયદીપભાઈ ત્રિવેદી અને સૂર્યોદય શાળા પરિવારે સૌને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળા પરિણામની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ રહી હોઈ થરાદ પંથકમાંથી શુભચિંતકોએ શાળા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ