ચામુંડાનગરના રહીશો બુધવારે સવારે હોબાળો કરી દીવાલને તોડી નાખતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આંગણવાડીની સંચાલિકાને અને કામ કરતા કારીગર મજુરોને ધમકી આપતાં નાયબ કલેક્ટરને લેખિત રજુઆત પણ કરાઈ હતી. પાલિકા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી. થરાદના વોર્ડ નંબર-છ માં ચામુંડાનગર સોસાયટીમાં પોતાના પ્લોટમાં નગરપાલિકાએ ઠરાવ કરીને આપેલી જગ્યામાં બાળકો માટે આંગણવાડી કેન્દ્ર અને કમ્પાઉન્ડ વૉલની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જો કે ખરેખર ત્યાં પાલિકા દફતરે કોઇ રસ્તો નહી હોવા છતાં પણ રહીશો તેમાં બળજબરીપુર્વક રસ્તાની માંગણી કરીને વારંવાર કામગીરી અટકાવતા હોઇ ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. પોલીસબંદોબસ્ત મળે તો કામ શરૂ, ન મળે તો રહીશો અટકાવેની પરિસ્થિતી વચ્ચે ભાડાના મકાનમાં ચાલતા આંગણવાડી કેન્દ્રના બાળકો વચ્ચે સામાજિક અંતર જાળવવા પણ મુશ્કેલી પડી રહી હોવા અંગેના અહેવાલના બીજા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે બીજા દિવસે રહીશોએ હોબાળો કરતાં કામ અટકી જવા પામ્યું હતું.

આથી થરાદના નવા નિમાયેલા નાયબ કલેકટરે સ્થળ મુલાકાત લઇ પાલિકાને બીજા દિવસથી કામ શરૂ કરવાની સુચના આપી હતી. જેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, બુધવારની સવારે એકાએક ધસી આવેલા મહિલાઓના ટોળાએ કામગીરી કરી રહેલા કડિયા, મજૂરો વચ્ચે ચણતર કરાયેલી દીવાલને તોડી નાખી હતી. તેમજ આંગણવાડીના કર્મચારી અને કામ કરતા લોકોને ધમકીઓ આપી હતી. આ અંગે આંગણવાડી કેન્દ્રના સંચાલકે ભયભીત થઈ નાયબ કલેકટર કચેરીમાં દોડી જઇ લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ કામગીરી ચાલુ કરાવવાની માંગણી કરી હતી.

8 મહિલા અને પુરુષો સામે ફરિયાદ નોંધવા રજૂઆત
ન.પા.ના ચાલતા કમ્પાઉન્ડ વોલની દિવાલ તોડી નુકશાન પહોંચાડવા બાબતે તથા કામ વારંવાર બંધ કરાવી અડચણ ઉભી કરતાં અસામાજીક તત્વો સામે પગલાં ભરવા પોલીસ મથકમાં લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેમાં સરકારી મિલકતને નુકશાન કરનાર મહિલાઓની વિડીયો સીડી સામેલ કરી સરકારી કામમાં અડચણરૂપ થવા તેમજ સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા બદલ રતનબેન સરદારખાન સિપાઈ, ચંપાબેન હરજીભાઈ ઠાકોર, દિવાળીબેન બબાભાઈ પ્રજાપતિ, શીવાબેન કમલેશભાઈ ઠાકોર, રાધાબેન રમેશભાઈ ઠાકોર, હીનાબેન પ્રકાશભાઈ ઠાકોર તથા વિશાલ બબાભાઈ પ્રજાપતિ, કાન્તાબેન ધરમશીભાઈ ઠાકોર તથા વિનોદભાઈ ધરમશીભાઈ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધવા લેખિત આપ્યું હતું.

Sorce – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here