થરાદમાં શ્રીમાળી ભવનના લોકાર્પણ સમારોહમાં સહયોગીઓનું કરાયું સન્માન

0
1232

થરાદ ખાતે મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્રના નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું, જેમાં ભવનમાં નિર્માણમાં સહયોગ કરવા બદલ દવે હાડી પરીવાર લુવાણા(ક) અને દવે મનાવત પરીવાર વજાપુર જુના અને અન્ય પરીવારનુ મારવાડી બ્રાહ્મણ સમાજના મહાનુભાવ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ અને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાન શ્રીમતી શ્વેતાબેન શ્રીમાળી(આઈ.પી.એસ) તેમજ ભાસ્કરભાઈ દવે(જજ) વિશેષ કાર્યક્રમ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને વેદ ઘોષ સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અને વક્તા કિશોરભાઈ દવે જસરા અને મહેશભાઈ દવે લુવાણા(ક) હાલ સાચોર અને વિક્રમભાઈ દવે વજાપુર જુના સહિત સમાજના તમામ હોદ્દેદારો અને આ કાર્યક્રમમાં નારી સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ હોઈ બહેનો પણ ભાગીદાર બન્યા હતા તેમજ યુવા કાર્યકર્તાઓ અને સમાજના વડીલો અને યુવાન મિત્રોના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here