થરાદ ખાતે ફીટ ઇન્ડિયા પ્રકલ્પ અંતર્ગત યુવા દિવસની ઉજવણી કરાઈ

0
391

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ફીટ ઇન્ડિયા અંતર્ગત યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ. જગદીશ પ્રજાપતિ દ્વારા યુવા દિવસનું મહત્વ શું છે તેમજ સૂર્ય નમસ્કાર વિશે વિગતવાર સમજણ આપવામાં આવી. સાથે સાથે તેમના માર્ગદર્શન નીચે બંને કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, વહીવટી સ્ટાફ તેમજ બંને કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામા સૂર્યનમસ્કાર માટે જોડાયા હતા. ત્યારબાદ ડો.જગદીશ પ્રજાપતિ સર દ્વારા 13 મંત્રોના ઉચ્ચારણ સાથે તમામ જોડાયેલા સભ્યોને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડો.એમ જે મન્સૂરીના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ કે.કે. કટારીયા, શૈલેષભાઈ, મુકેશભાઈ અને વિજ્ઞાન કોલેજના સેવક મિત્રોનો સાથ સહકાર રહ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here