થરાદ તાલુકાના આસોદર ગામે સત્કાર સમારોહ યોજાયો

0
360

થરાદ તાલુકાના આસોદર ગામે યોજાયો સત્કાર સમારોહ

થરાદ તાલુકાના આસોદર ગામમાં પૂ.સંતશ્રી શંભુગીરી બાપુની તપોભૂમિ એવા પવિત્રધામ (ગૌશાળા) મુકામે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ આર પટેલ, જિલ્લા પ્રભારી સુરેશભાઈ શાહ તથા ગ્રામપંચાયતના નવનિયુક્ત સરપંચશ્રીઓનો સત્કાર સમારોહ તથા થરાદ વિધાનસભાના ૨૨ ગામના પેજ સમિતિના આઈકાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આઠ ગામ આંજણા સમાજ અને યુવા સમિતિદ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું તથા મંડળીઓના ચેરમેનો તથા મંત્રીઓ દ્વારા અણદાભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રભારી સુરેશભાઈ શાહ, પૂર્વ ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન માવજીભાઈ પટેલ, જીલ્લાના ઉપાધ્યક્ષ કૈલાશભાઈ ગેલોત, જીવરાજભાઈ પટેલ, બનાસબેંકના ડિરેક્ટર શૈલષભાઈ પટેલ, લાખણી તાલુકા ભાજપ પ્રમુખ બાબરાભાઈ ચૌધરી, થરાદ તાલુકા પ્રમુખ દાનાભાઈ માળી, તાલુકા ભાજપ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, હરચંદભાઈ ઠાકોર, થરાદ વિધાન સભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે સહકાર સરકાર અને સંગઠનના ત્રિવેણી સંગમ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન આસોદર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here