થરાદ પંથકમાં પોલિયો રસીનું કરાયું આયોજન
થરાદના ભુરીયા ગામે ૦ થી ૫ વર્ષના બાળકોને રસીના ટીપા પીવડાવીને સાર્થક કર્યો પોલિયો રવિવાર…..
પોલિયો રોગ સંપૂર્ણ નાબૂદ થાય તે ઉદ્દેશ્યથી રાજયભરમાં પોલિયાની રસીકરણની ઝૂંબેશ હાથ ધરાઈ હોઈ ૦ થી ૫ વર્ષના બાળકોને રસીના બે ટીપા પીવડાવીને પોલિયો રવિવાર સાર્થક કરાય છે ત્યારે થરાદ પંથકમાં ઠેર ઠેર જગ્યાએ પોલિયા રસીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલિયો નાબૂદ માટે થરાદના ભુરીયા આંગણવાડી ખાતે લુવાણા(ક) ના સબસેન્ટર કમાલી દ્વારા પોલિયો રસીનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે કમાલી સબ સેન્ટરના ડૉ. પ્રવિણભાઈ પટેલ, હંસાબેન બારોટ, સુખીબેન પટેલ, સરસ્વતીબેન આચાર્ય ભુરીયા આંગણવાડી કેન્દ્રે ઉપસ્થિત રહી બાળકોને રસીકરણ હેતું પોલિયો બુથની સઘન કામગીરી બજાવી હતી, થરાદ પંથકમાં પોલિયો રસીનું ઠેર ઠેર આંગણવાડી કેન્દ્રો પર આયોજન કરાયું હોઈ મહિલાઓ ૦ થી ૫ વયના બાળકોને રસીના બે ટીપા પીવડાવવા લાંબી કતારો જોવા મળી હતી, જોકે રસીકરણ સવારના સમયેથી સાંજના પાંચ વાગ્યા સુધી પોલિયો રસીકરણની કામગીરી અકબંધ રખાઈ હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ