થરાદ ભાજપ શહેર પ્રમુખ દ્વારા ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી પરશુરામ જયંતી નિમિતે ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા નરશી ટેકરી ખાતે મહા આરતીનું આયોજન કરાયું હતું, જેમાં રાજપૂત સમાજના અગ્રણી ડી.ડી.રાજપૂત, બનાસબેકના ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, જાણીતા બિલ્ડર વનાભાઈ રાજપૂત, આયુર્વદિક મેડિકલ ઓફિસર ડૉ. વૈભવ રાવલ, એંકર સંજયભાઈ ત્રિવેદી, માળી સમાજના પ્રમુખ અમરતભાઈ માળી તેમજ સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રી પરશુરામ જયંતિ નિમિત્તે કરાયેલ મહા આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ