ઘોર કળિયુગમાં પણ ધાર્મિક આસ્થામાં લોકો વધુ માનતા હોઈ ધાર્મિક પર્વમાં ઉત્સાહ પૂર્વક લોકો ઉજવણી કરી પર્વને સાર્થક બનાવે છે, જોકે ધાર્મિક સ્થળ, પર્વ કે ધાર્મિક કાર્યક્રમોમાં લોકોને વધુ રૂચિ હોઈ વર્ષોથી ધાર્મિક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવાની પરંપરા હજી જીવિત હોવાના દર્શન થતાં જોવા મળી રહ્યાં છે, ત્યારે આજ ૨૮મી જુલાઈને દિવાસાના દિવસથી દશામાંના વ્રત શરૂ થયા હોઈ બનાસકાંઠા જિલ્લાના તમામ પંથકોમાં વ્રત કરતી મહિલાઓ-બહેનો દ્વારા સાંઢડી પર બિરાજમાન દશામાંની માટીની મૂર્તિનું પાટ પર જરૂરી સામગ્રીથી સ્થાપિત કર્યા બાદ ધીનો દિવો પ્રગટાવી દસ દિવસીય વ્રતનો પ્રારંભ કરે છે, જોકે વ્રત કરતી બહેનો- મહિલાઓ દશામાંના પરચારૂપી વ્રતની કથા, નળ દમયંતીની કથા સાંભળ્યા બાદ દશામાંની આરતી અને થાળ કરી ધન્યતા અનુભવે છે, ત્યારે દસ દિવસ પૂર્ણ થતાં અગિયારમાં દિવસે મૂર્તિને તળાવ કે નદીમાં પધરાવી મહિલાઓ વ્રત પૂર્ણ કરી દાન કરતી હોઈ ધાર્મિક કાર્યોને લોકો આગવું સ્થાન આપી રહ્યા હોઈ ખરેખર સરાહનીય કાર્ય કરી રહ્યા છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બ.કા.(થરાદ)