પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ. આવતાની સાથે જ દારૂના ગુનેગારને દબોચ્યો…
IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર. મોથલીયા તથા બનાસકાંઠા SP અક્ષયરાજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ થરાદ ASP પૂજા યાદવ તથા થરાદ પોલીસ ઈન્સ્પેકટર આર.એસ.દેસાઈના માર્ગદર્શન હેઠળ ગતરોજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૧/૨૦૨૨ ધી પ્રોહીબિશન એકટ ક.૬૫(એ)(ઈ), ૧૧૬-૨, ૯૮-૨, ૯૯, ૮૧ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપી ઓમપ્રકાશ સ/ઓ વાધારામ ભલારામ બિશ્નોઈ(ખીચડ) રહેણાંક-વિરાવા, તાલુકો- ચિતલવાના, જીલ્લો- જાલોર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ