દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગામતળ ફળિયામાં રહેતાં ભાનુબેન વિરેન્દ્રસિંહ બામણ સવારના ૧૧ વાગ્યાના અરસામા પોતાના ખેતરમાં ઘઉં સાચવવા જતાં હતાં. તે સમયે રસ્તામાં એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ઈસમોએ ભાનુબેને ગળામાં પહેરી રાખેલી સોનાની ચેઈન કિંમત રૂા. ૨૬ હજાર તથા કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ કિંમત રૂા. ૨૨ હજાર એમ કુલ મળી રૂા. ૪૮ હજારના સોનાના દાગીના તોડી નાસી ગયા હતાં. ભાનુબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ ગઠીઓએ ખેંચી તોડતાં ભાનુબેનને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ઈજા પહોંચી હતી.
આ સંબંધે ભાનુબેન વિરેન્દ્રસિંહ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચ૧૪ઃ૦૭, ૨૨/૦૩/૨૦૨૨ૃ ૯૧ ૮૩૨૦૬ ૭૦૧૭૯ઃ દાહોદદાહોદ તાલુકાના ચંદવાણા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક મોટરસાઈકલ પર આવેલા બે જેટલા અજાણ્યા ઈસમો સવારના સમયે એક મહિલાના ગળા, કાનમાં પહેરી રાખેલા સોનાના દાગીના કિંમત રૂા. ૪૮ હજારની ચીલઝડપ કરી ગઠીયાઓ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય ચે કે ઘટના સંદર્ભે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.