દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામ નજીક થી મળેલ મૃતદેહ અંગે પોલીસ એ પાંચ આરોપી સામે હત્યા નો ગુન્હો નોધી ચાર આરોપી ગણતરી ના દિવસોમાં ઝડપી પાડ્યા જ્યારે એક વિધિ કરનાર ભુવો હાલ પોલીસ પકડથી દુર હોઈ પોલીસે ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરયા છે તેવું જાણવા મળેલ છે..
ફતેપુરા તાલુકાના વલુનડા ગામના રમણ ભાઇ બરજોડ નો 2 ફેબ્રુઆરીએ ના રોજ પુલ નીચે થી મળ્યો હતો મૃતદેહ,પત્નીના આડા સંબંધ ની જાણ પતિ ને થતા રસ્તો નો કાટો કાઢવા પત્ની અને પ્રેમી તથા અન્ય 4 ઇસમો ભેગા મળી વિધી કરવાના બહાને ગળુ દબાવી હત્યા કરી હતી
ફતેપુરા પોલીસ એ મૃતક ની પત્ની. પ્રેમી સહીત કુલ 4 ઇસમો ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી જ્યારે ભુવો ફરાર છે ત્યારે પોલીસ દ્વારા ભુવાને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે તેવું જાણવા મળે છે.દાહોદ જીલ્લામા આજના આધુનિક યુગમા પણ અંધશ્રદ્ધા ના પગલે 45 વર્ષ ના રમણભાઇ બરજોડ એ જીવ ગુમાવ્યો
રિપોર્ટર- દક્ષેશ ચૌહાણ,દાહોદ