દાહોદ તાલુકાના હિમાલામાં બોલેરોના ચાલકે પુરઝડપે ગાડી હંકારી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલાં હિમાલા ગામનાં જ લીલાબેન સુરેશભાઈ તથા તેમની સાથેની ૧૩ વર્ષીય બાળા સપનાબેન કમેશભાઈ ભાભોરને અડફેટમાં લેતાં અકસ્માત થયો હતો. જેમાં બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી સપનાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે લીલાબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે હિમાલા ગામે ખાંડીવાવ ફળિયામાં રહેતાં વજેસીંગભાઈ કશનાભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ તાલુકાના હિમાલા ગામે બોલેરો ગાડીની અડફેટે એક ૧૩ વર્ષીય બાળા તથા એક મહિલા આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળાનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે મહિલાને શરીરે ઈજાઓ પહોંચતાં કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.