દિલ્હી જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલતાની સાથે જ સુપ્રીમ બ્રેક.

0
1630

કહ્યું સુનાવણી સુધી યથાસ્થિતી રાખો

દિલ્હીમાં થયેલા શોભાયાત્રા પર પથ્થરમારા બાદ દિલ્હી પોલીસે આરોપીઓની ધરપકડ કરી એમના પર NSA લગાવી દીધો છે ત્યારે દિલ્હી MCD એ જહાંગીરપુરી વિસ્તારના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો આવી ગયો હતો . આજે સવારે દિલ્હી MCD નું બુલડોઝર પોલીસ બંદોબસ્ત સાથે જહાંગીરપુરી વિસ્તારમાં પહોંચ્યું હતું ને પોતાની કામગીરી શરૂ કરી હતી પણ કાર્યવાહી શરૂ કરાયાના થોડા જ સમયમાં સુપ્રીમકોર્ટે સ્ટે આપીને સુનાવણી થાય ત્યાં સુધી કાર્યવાહી રોકી દેવાનો આદેશ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ આ કાર્યવાહીને રાજકીય નેતાઓ બદલાની કાર્યવાહી માનીને પોતાનો વિરોધ કરી રહ્યા હતા અને આ કાર્યવાહી રોકવા સુપ્રીમકોર્ટ પહોંચી ગયા હતા.
હવે જોવાનું એ રહ્યું કે આવતી કાલે સુપ્રીમકોર્ટ પોતાની સુનાવણીમાં શું આદેશ આપે છે..

રોનિત બારોટ ગાંધીનગર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here