દેશનું સૌથી મોટું ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન તૈયાર

૨૪ કલાકમાં એક હજારથી વધુ વાહન થશે ચાર્જ

0
460
ઈલેક્ટ્રિક-વાહન-ચાર્જિંગ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન થતા ઈલેક્ટ્રિક વાહન તરફ વધ્યા.. ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ગુરુગ્રામમાં દેશનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. દેશમાં ૫ રાજ્યની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે.. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ગુરુગ્રામમાં નવા ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. ટેકનોલોજીની સાથો-સાથ બિઝનેસ એટલેકે, વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ આ સમાચાર ખુબ મહત્ત્વના કહી શકાય. કારણકે, પેટ્રોલ-ડિઝલ અને સીએનજી બાદ હવે ઈલેક્ટ્રિક વાહનો બજારમાં આવી ગયા છે. તે વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશનો પણ મોટી સંખ્યામાં ઉભા કરવા પડશે. જેનાથી રોજગારી પણ ઉભી થશે. જ્યારે વ્યવસાયકારો આવા ચાર્જિંગ સ્ટેશન પાછળ રોકાણ કરીને સારો એવો નફો પણ મેળવી શકશે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારાના કારણે ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અનેક લોકોના ઘરનું બજેટ પણ ખોરવાયું છે.. જેથી હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળતા જાેવા મળ્યા છે.. જાે કે, ઈલેક્ટ્રિક વાહન ચાલકોને ચાર્જિંગની સમસ્યાઓ થતી હોય છે.. ત્યારે હવે ગુરુગ્રામમાં નવું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થયું છે. જેથી ઈલેક્ટ્રિક વાહન ચાલકોની સમસ્યાઓ દૂર થશે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ગુરુગ્રામમાં ભારતનું સૌથી મોટું ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરાયું છે. છઙ્મીાંિૈકઅએ સેક્ટર-૮૬માં ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કર્યું છે.. જેને માત્ર ૩૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ફોર ઈલેક્ટ્રિક વ્હીકલએ માત્ર ૩૦ દિવસમાં આ સ્ટેશન તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ પણ દેશનું સુધીનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન ગુરુગ્રામના જ સેક્ટર-૫૨માં જ હતું… જેની ગત મહિને જ શરૂઆત થઈ હતી. આ ચાર્જિંગ સ્ટેશનમાં વાહનોના ચાર્જિંગ માટે ૧૦૦ પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે નવું સ્ટેશન બનતા, ગુરુગ્રામમાં દેશના ૨ સૌથી મોટા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બન્યા છે. નવા બનાવવામાં આવેલા ચાર્જિંગ સટેશનમાં વાહનોને ચાર્જ કરવા માટે ૭૫ છઝ્ર, ૨૫ ડ્ઢઝ્ર અને ૨૧ હાઇબ્રિડ સહિત કુલ ૧૨૧ ચાર્જિંગ પોઈન્ટ છે… તેની મદદથી ૨૪ કલાકમાં ૧૦૦૦ ઈલેક્ટ્રિક વાહનો સરળતાથી ચાર્જ થઈ શકશે.

ઇલેક્ટ્રિક વાહનને છઝ્ર ચાર્જરથી ચાર્જ કરવામાં ૬ કલાકનો સમય લાગે છે, જે એક દિવસમાં ૪ વાહનોને ચાર્જ કરે છે… સ્ટેશન પર આ પ્રકારના ૯૫ ચાર્જર રખાયા છે, જે આખા દિવસમાં ૫૭૦ ટ્રેનોને નોન-સ્ટોપ ચાર્જ કરી શકશે.જ્યારે ડ્ઢઝ્ર ફાસ્ટ ચાર્જર એક કલાકમાં કાર ચાર્જ કરી શકે છે અને ૨૪ કલાકમાં ૨૪ કાર ચાર્જ કરી શકે છે… સ્ટેશન પર આ પ્રકારના ૨૫ ચાર્જર છે જે એક દિવસમાં ૬૦૦ ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકશે.ર્‌ ઈલેક્ટ્રિક વાહનોની માગ વધતા આગામી દિવસોમાં નોઇડા-ગ્રેટર નોઇડામાં આ પ્રકારના ૨ સ્ટેશન બનાવાશે… આ બન્ને સ્ટેશન પણ ૬૦ દિવસમાં તૈયાર થઈ જશે. સાથે જ જયપુર-દિલ્લી-આગ્રા હાઇવે પર વધુ ૩૦ સ્ટેશન ફાળવણીના ૯૦ દિવસની અંદર રેકોર્ડ સમયમાં બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here