મહારાષ્ટ્રમાં આજથી કોરોના સંબંધિત નવા નિયમો અને નિયંત્રણો લાગુ થઈ ગયા છે. રાજ્યમાં આજથી કલમ ૧૪૪ લાગુ પણ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયંત્રણો નુજબ, શાળા કોલેજાે ૧૫ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ઉપરાંત મુસાફરીને લગતા નવા નિયમો પણ અમલમાં આવ્યા છે. આ અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઈટ, ટ્રેન, રોડ પર મુસાફરી માટે ૭૫ કલાક પહેલા ઇં-ઁષ્ઠિ રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીકરણ હોવું જરૂરી રહેશે.તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે સંપૂર્ણ રસીકરણ કરાવવું જરૂરી રહેશે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૪૪ હજાર ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૨ લોકોના મોત થયા છે. બીજી તરફ પુણેમાં પણ કોરોના સંક્રમણ એક દિવસમાં બમણું થઈ ગયુ છે. રવિવારે પુણેમાં ૪ હજાર ૨૯ કેસ નોંધાયા હતા. તેમજ એક દર્દીનું મોત થયું હતું. જાે શનિવારની વાત કરવામાં આવે તો પૂણેમાં ૨૪૭૫ કેસ નોંધાયા હતા. ઉપરાંત નાગપુર જિલ્લામાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે. નાગપુર જિલ્લામાં હાલ ૩૩૪૫ એક્ટિવ કેસ છે. મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસ વીસ હજારને પાર પહોંચી ગયા છે. ત્રણ દિવસ સુધી આંકડો વીસ હજારને વટાવી રહ્યો હતો પરંતુ રવિવારે અહીં ૧૯ હજાર ૪૭૪ કેસ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના ધારાવી, દાદર અને માહિમમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.
શનિવારે ધારાવીમાં ૧૪૭ કેસ નોંધાયા હતા. જ્યારે દાદર અને માહિમમાં ૨૧૩ અને ૨૧૪ કેસ નોંધાયા છે. હાલમાં, ધારાવીમાં પોઝિટિવિટી રેટ ૨૧ ટકા જેટલો છે.મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણ અને ઓમિક્રોનની વધતી જતી આફતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી કોરોનાની નવી માર્ગદર્શિકા હેઠળ નવા નિયમો અને નિયંત્રણો લાગુ કર્યા છે. આજથી દિવસ દરમિયાન કલમ ૧૪૪ અમલમાં છે અને રાત્રે ૧૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે.