ધંધુકાના ભરવાડ યુવાનની હત્યાના મામલે સુરેન્દ્રનગરનું લીંબડી અને ચોટીલા સજ્જડ બંધ
- લીંબડી માલધારી સમાજ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનના પગલે શહેરના તમામ બજારો બંધ
- ચોટીલાના આણંદપુર ચોકડીથી નવી માનલતદાર કચેરી સુધી મૌન બાઇક રેલી કાઢવામાં આવી
- લીંબડી અને ચોટીલામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
સુરેન્દ્રનગરનું લીંબડી અને ચોટીલા ધંધુકાના બનાવના પગલે આજે શનિવારે સજ્જડ બંધ રહ્યું છે. જેમાં ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યા મામલે લીંબડી અને ચોટીલા બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. બીજી બાજુ આ બંધના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે લીંબડી અને ચોટીલામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરનું લીંબડી અને ચોટીલા ધંધુકાના બનાવના પગલે આજે સજ્જડ બંધ રહ્યું છે. લીંબડી માલધારી સમાજ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનના પગલે લીંબડી શહેરની તમામ બજારો બંધ જોવા મળી હતી. તેમજ લીંબડી માલધારી સમાજ દ્વારા હત્યા કેસની તાત્કાલિક તપાસ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેમજ દોષિતોને ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી હતી.
જ્યારે ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે ચોટીલામાં પણ સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ચોટીલાના આણંદપુર ચોકડીથી નવી માનલતદાર કચેરી સુધી મૌન બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યા મામલે લીંબડી અને ચોટીલા બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. બીજી બાજુ આ બંધના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે લીંબડી અને ચોટીલામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.