ધાનેરાના રામપુરા ગામે ભેથડિયા પરિવાર દ્વારા યોજાઈ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ધાનેરા તાલુકાના રામપુરા(વાઘપુરા)ની ધન્ય ધરા પર ભેથડીયા પરિવાર દ્વારા બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, બે દિવસીય યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી કુળદેવી ચામુંડા માતાજી તથા રામેશ્વર મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે મહંતશ્રી ૧૦૦૮ બ્રહ્મચારી શ્રી સત્યાનંદજી મહારાજ ગાદીપતિ રવિધામ જેઓ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ઉપસ્થિત તમામ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાની ગતરાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હોઈ કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ પ્રસંગે સમસ્ત રામપુરા(વાઘપુરા)ના ગ્રામજનો, સમસ્ત ભેથડીયા પરિવાર, અગ્રણીઓ, વડિલો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે પ્રતિષ્ઠા સંપન્ન કરી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.