ધાનેરાના વક્તાપુરમાં ૭.૨૪ કિલો ગાંજા સાથે એકની ધરપકડ

0
234
7.24 kg of cannabis was seized from the compound

બનાસકાંઠા એસઓજી પોલીસે ઇનપુટના આધારે રેડ કરી મૂળ હરિયાણાના અને હાલમાં વક્તાપૂર રહેતા ઇન્દ્રજીત જસવંત સિંહ યાદવના રહેણાંક ઘરના કમ્પાઉન્ડમાંથી ગાંજાના નાના મોટા ૧૪૩ છોડ, કુલ વજન ૭.૪૨૪ કિલોગ્રામ, જેની કિંમત રૂ. ૭૪ હજાર ૨૪૦ સહિત કુલ રૂપિયા ૭૯ હજાર ૩૪૦નો મુદ્દામાલ ઝડપ્યો હતો. સાથે જ ઈસમની ધરપકડ કરી તેના વિરૂદ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાંથાવાડા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા એસઓજી પોલીસે ધાનેરાના વક્તાપુર ગામે હરિયાણાના ઈસમના ઘરે દરોડા પાડ્યા હતા. તેમજ તેના ઘરના કમ્પાઉન્ડમાંથી માદક પદાર્થ ગાંજાના ૧૪૩ છોડ સાથે કુલ ૭૯ હજાર ૩૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો. જેની સાથે જ એસ.ઓ.જી અને થરાદ સર્કલ પોલિસ ઇન્સપેક્ટરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here