હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા સારૂ દેસમાં વસતા દરેક નાગરિક ને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે તેમજ દરેક નાગરિક સાયબર ક્રાઇમ સામે પોતાનું રક્ષણ મેળવી સકે તે હેતુથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા હેતુથી મહિનાના પ્રથમ બુધવાર ને “સાયબર જાગૃતા દિવસ” તરીકે ઉજવવા અંગે નિર્ણય લેવામાં આવેલ હોય જે અંતર્ગત મહે. પો.મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ નાઓની આજ્ઞાનુસાર દરેક જિલ્લા ખાતે સાયબર ગૂરૂ વોલંટીયર નાઓ દ્વારા ફાળવવામાં આવેલ શાળાઓ ખાતે જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે રાખી અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે સુચનાઓ આપવામાં આવેલ હોય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ ધોળકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આર.ડી.વી.ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોળકા તેમજ ન્યુ ભારત હાઇ સ્કુલ ધોળકા ખાતે “સાયબર જાગૃતતા દિવસ” અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાયબર વોલંટીયર વિશાલકુમાર ભરતભાઇ શાહ (TRB) નાઓ દ્વારા શાળા-કોલેજના બાળકો ને સાયબર જાગૃતી અંગેની સમજણ આપવામાં આવી સદર કર્યક્રમમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન પો.ઇન્સ શ્રી એન.ડી.ચૌધરી, પો.સ.ઇ શ્રી એન.એલ.દેસાઇ તેમજ પોલીસ સ્ટેશનના શી ટીમના સભ્યો તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતાં.
અહેવાલ : ચિરાગ પટેલ સાણંદ