ધો.૧૦માં અભ્યાસ કરતી સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

0
618

દસક્રોઈના અસલાલી પોલીસ સ્ટેશન હેઠળના લાભાની એક સોસાયટીમાં રહેતી, ધોરણ દસમા અભ્યાસ કરતી સોળ વર્ષની સગીરાને શાળાએ આવતા જતા લાભા લક્ષ્મીપુરા બિયારણની ઓરડીમાં રહેતો મજૂરી કામ કરતો મૂળે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામનો ભાવિન પરસોત્તમભાઈ બારીઆ અવારનવાર સગીરાની પાછળ ફરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બે માસ પૂર્વે ભાવિકે સગીરાને કહ્યું હું તને પ્રેમ કરું છું, હું તારી સાથે લગ્ન કરીશ કહી બિયારણની ઓરડીમાં સગીરાની ના હોવા છતાં બે વખત સબંધ બાંધ્યો હતો. વતન ગયા બાદ અવારનવાર મોબાઈલ પર વાતચીત કરતો હતો. વેલેન્ટાઈન ડે ના દિવસે હું તને લેવા આવીશ તેમ તેણે કહ્યું હતું. વેલેન્ટાઈન ડે ના દિવસે સગીરા સ્કૂલેથી પરત ફરતી હતી ત્યારે ભાવિક તેને લેવા આવ્યો હતો.

સગીરાએ ભાવિકને ના પાડતા ધમકી આપી કે જાે તું મારી સાથે નહિ આવે તો હું આત્મહત્યા કરી લઈશ કહી ભાવિક સગીરાને પેસેન્જર રિક્ષામાં બેસાડી નારોલ ત્યાંથી સી.ટી.એમ. ત્યાંથી બરોડા ગોલ્ડ ચોકડી થઈ હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામ લઈ ગયો હતો.દીકરી ઘરે નહિ આવતાં શોધખોળ શરૂ કરાઇ હતી. સગીરાની સગી બહેને સગીરા અવારનવાર ભાવિકને ફોન કરતી હોવાની જાણ મા-બાપને કરી હતી. ભાવિકનો સંપર્ક બિયારણ કંપનીમાં કરતાં ત્યાં મળ્યો નહિ પરંતુ તેના મામા પાસેથી મોબાઈલ મળતા તે નંબર પર કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતા શંકા જતા સગીરાના મા બાપ ભાવિકના વતન ગયા હતા. ત્યાં તેમની દીકરી હતી. બાદમાં મા બાપે સગીર દીકરી સાથે ભાવિક અને તેના પિતાને અસલાલી પોલીસ સમક્ષ લઈ આવતાં સગીરાએ રડતા રડતા જણાવ્યું કે ઈચ્છા વિરુદ્ધ બે માસ પૂર્વે શરીર સબંધ બાધી વેલેન્ટાઈન દિવસે ભાવિકે આત્મહત્યાની ધમકી આપી તેના ગામ લઈ આવ્યો હતો.

આમ ભાવિક વિરુદ્ધ લગ્નની લાલચ આપી ઈચ્છા વિરુદ્ધ શરીર સબંધ બાંધવાના ગુનમાં અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અગાઉ બે વખત સંબંધ બાધી પછી વેલેન્ટાઈન દિવસે ‘જાે તું મારી સાથે નહિ આવે તો હું આત્મહત્યા કરી લઈશ’ કહી લાભા ગામની ધોરણ દસમા ભણતી સગીરાને હાલોલનો યુવક પંચમહાલના નવાઢીકવા ગામે બદઇરાદે લઈ ગયો હતો. સગીરાના મા બાપને જાણ થતાં તેઓ પંચમહાલ જઈ સગીરાને છોડાવી ગુનાહિત ઇસમને અને તેના પિતાને અસલાલી પોલીસમાં લઈ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here