રાજકોટ જિલ્લાનું સૌથી વધું 85.78 % જ્યારે દાહોદનું સૌથી ઓછું 40.19 % આવ્યું પરિણામ
કોરોના કાબુમાં આવતા આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા યોજાય હતી જેમાં રાજ્યભરમાંથી 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ આજરોજ સવારે 10 વાગે જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે જેમાં A1 ગ્રેડમાં 196 તથા A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું સૌથી વધું 85.78 જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્ર પર સૌથી વધુ 96.12% જ્યારે લીમખેડા કેન્દ્ર પર 33.33% જેવું ઓછું પરિણામ જોવા મળ્યું છે.
ગત વર્ષ 2021માં કોરોનાને કારણે માસ પ્રમોશન અપાતા ઈતિહાસમાં પ્રથમ વખત 100% પરિણામ આવ્યું પણ આ વખતે કોરોના કાબુમાં હોવાથી પરિક્ષા યોજાય હતી જેમાં 72.02% વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.
રોનિત બારોટ ગાંધીનગર…