દિલ્હીના સીએમ કેજરીવાલે ફિલ્મ પર કરી છે ટિપ્પણી
ટેક્સ ફ્રી કરવાને બદલે યુટ્યુબ પર અપલોડ કરવાની કરી વાત
ફિલ્મને ગણાવી છે “જૂઠી”
આજરોજ સાણંદ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા તેમજ સાણંદ શહેર તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધ કાશ્મીર ફાઈલ ઉપર જે ખરાબ ટિપ્પણી કરી ને કાશ્મીરી પંડિતો અપમાન કર્યું તે અંતર્ગત આજે ગઢીયા ચાર રસ્તા ઉપર દેશવિરોધી ગણાવી કેજરીવાલનુ પૂતળા દહન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કમલેશભાઈ વ્યાસ તેમજ તેમની ટીમ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ખોડાભાઇ પટેલ અને તેમની ટીમ અને તાલુકા યુવા મોરચાના પ્રમુખ મહિપાલ સિંહ વાઘેલા અને તેમની ટીમ તેમજ શહેર યુવા પ્રમુખ પવુભા પરમાર તેમજ તેમની ટીમ હાજર રહી..
ઉલ્લેખનિય છે કે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની બાબતમાં કેજરીવાલે વિધાનસભામાં હાસ્ય સાથે ફિલ્મને જૂઠી કહેતા આ વિવાદ ઉભો થવા પામ્યો હતો. અને કહ્યું હતું કે ટેક્સ ફ્રી કરવાની જગ્યાએ યુટ્યુબ પર અપલોડ કરી દેવી જોઈએ જેથી દરેક વ્યક્તિ આ ફિલ્મ જોઈ શકે.
કેજરીવાલના આ નિવેદન પછી રાજકીય ભૂકંપ આવી ગયો હતો અને ભાજપ સહિતના લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
કેજરીવાલના યુટ્યુબ વાળા નિવેદન બાદ સોશલ મીડિયામાં જંગ છેડાય ગઈ હતી અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનું અપમાન કરવા બદલ વાદ વિવાદ અને નિવેદનબાજીનો દોર શરૂ થઈ ગયો છે.