નડિયાદના હાડિયા ચોકડી પાસે બાઈકચાલકને અકસ્માત થતાં મોત નીપજ્યું

0
426

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કરણપુર ગામે રહેતા શનાભાઇ ભાથીભાઈ પરમાર પોતે ખેડા જિલ્લાના થર્મલ વણાકબોરી પાવર સ્ટેશન ખાતે નોકરી કરતા હતા. તેઓ પોતાની મોટરસાયકલ લઈને અપડાઉન કરતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી શનાભાઇની નોકરીની શીફ્ટ વહેલી સવારના પાંચ વાગ્યાથી બપોરે એક વાગ્યાની હતી. શનાભાઇ પોતાની મોટરસાયકલ નંબર (જીજે ૦૭ બીકે ૧૩૮૩) ચલાવીને નોકરીએ ગયા હતા. પોતાની નોકરી પરની શીફ્ટ પતાવી બપોરના એક વાગ્યાની આસપાસ તેઓ અહીંયાથી પોતાના ઘરે કરણપુર જવા બાઈક લઈને નીકળ્યા હતા. આ દરમિયાન ગળતેશ્વરના થર્મલ નજીક હાડીયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને શનાભાઇની મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી શનાભાઇ તથા મોટરસાયકલ બંને રોડની સાઈડમાં આવેલા ગટરમાં પડ્યા હતા. અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતના સ્થળે આસપાસના લોકો એકઠા થતા શનાભાઇને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી શનાભાઈને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શનાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તેમના મોટાભાઈ સાલમભાઈ પરમારે સેવાલિયા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ગળતેશ્વરના થર્મલ નજીક હાડીયા ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નોકરીએથી ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે સેવાલિયા પોલીસમા ફરિયાદ નોંધાવી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here