રાજસ્થાનમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત
અશોક ગેહલોતે ખેલ પાડ્યો
રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી
ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય: PKની ફોર્મ્યુલા રાહુલ ગાંધીએ સ્વીકારી
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઉથલ પાથલનો દોર શરૂ થવા લાગ્યો છે. ખાસ કરીને હાલ નિષ્ક્રીય રહેલી કોંગ્રેસ આગામી દિવસમાં મોટા રાજકીય ધડાકા કરે તેવી પુરી શક્યતા છે. નબળી ગણાતી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને તેના માટે પુરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે કોંગ્રેસે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે. જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.
ચહેરો રજૂ કરવા પ્રશાંત કિશોરનો આગ્રહ હતો
કોંગ્રેસના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે. જેના પર મોટાપાયે ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસની જોળીમાં આવી શકે. જેના માટે એક ચહેરાની શોધમાં હતી અને આ ચહેરો હવે નરેશ પટેલના રૂપમાં આઇડેન્ટીફાઈ કર્યો છે. આ અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી.