નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે તત્કાલ અસરથી ૬ પોલીસકર્મીઓની જાહેર હિતમાં બદલીનો કર્યો હુકમ
મરોલી પોલીસ મથકેથી તમામ ૬ પોલીસકર્મીઓની હેડક્વાર્ટર ખાતે કરાઇ બદલી
નવસારી જિલ્લા પોલીસ વડાએ એક સાથે ૬ પોલીસકર્મીઓની બદલીનો હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના મરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતાં ૬ પોલીસકર્મીઓની ફરજમાં બેદરકારી બદલ ફરજ બદલી કરી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની બદી રોકવામાં નિષ્ફળ ગયા હોવાના લીધે ૬ પોલીસકર્મીઓની હેડ કવાટર્સ ખાતે જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે.બે દિવસ અગાઉ પણ મરોલી પોલીસ મથકના ૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.મરોલી પોલીસ મથકના ૪૫ ના સ્ટાફ સામે હાલ ૧૩ ને હટાવાયા છે. રેન્જ આઈ.જી.ની સૂચનાથી જીલ્લા પોલીસવડાએ આ પગલાં લીધા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
બદલી કરાયેલા પોલીસકર્મીની યાદી
HC વિપુલભાઇ માનસિહ
HC કિશનભાઇ ગોવિંદભાઇ
PC દિવ્યરાજસિંહ કિશોરસિંહ
PC વિજયભાઇ ગોવિંદભાઇ
PC નરોત્તમ છગનભાઇ
PC પરવેઝ ઇલ્યાસ