ધોરણ-7ના વ્હોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે મુક્યા બીભત્સ વીડિયો
વાલીઓએ આચાર્યને કરી ફરિયાદ
નવસારીના જલાલપોરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શાળાના જ શિક્ષકે ઓનલાઇન ક્લાસ માટે બનાવેલો વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કરતા ચકચાર મચી હતી. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકે શુક્રવારે રાત્રે અશ્વીલ વીડિયો અપલોડ કરતા વિદ્યાર્થી સહિત વાલીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. મહત્વનુ છેકે મોટા ભાગની શાળાઓમાં ઓનલાઇન ક્લાસને કારણે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે છે. તેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓઅને વાલીઓ પણ હોય છે. નવસારીના જલાલપોર તાલુકામાં આવેલી એસ્ટ્ર ગ્લોબલ શાળામાં આ ઘટના બની હતી. શાળાના શિક્ષકની આવી કરતૂત બદલ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ સીધી જ શાળાના આચાર્યને ફરિયાદ કરી હતી. આચાર્યએ શિક્ષકને ફોન કરતા શિક્ષકે પોતાનો લૂલો બચાવ કર્યો હતો . મે કોઇ પોસ્ટ કરી જ નથી તેવુ રટણ કર્યુ હતું. જો કે ફોન કર્યા બાદ શિક્ષકે તે પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી.