નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 147 કેસ,273 આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં

0
785

જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 520 થયા

નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ 520 એક્ટિવ કેસ થયા છે. તેમજ બુધવારે 45 લોકો સ્વસ્થ થતા તેઓેને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે. કુલ કેસનો આંક 8064 થયો છે. 2251 લોકોના સેમ્પલ લેવાયા હતા. એક્ટિવ કેસ 520 થયા છે.

નવસારી જિલ્લામાં 273 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. પાલિકા હદ વિસ્તારમાં પણ 13 વોર્ડમાં 13 સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સ્થિતને અનુરૂપ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવશે. જિલ્લામાં ઉભા કરવામાં આવેલા સેન્ટરમાં 15થી 20 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી- વિજલપોર નગરપાલિકામાં આવેલા 13 વોર્ડમાં 13 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here