નવા વર્ષમાં સુરતમાં વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બનશે

0
133

સુરતની ખજાેદ ડ્રીમસિટીમાં ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેનું નવા વર્ષમાં ઉદ્દઘાટન થશે. બિલ્ડિંગ વિશ્વમાં સૌથી મોટું ગણાશે, જેમાં ૪૨૦૦ ઓફિસ હશે, અંદાજે દોઢ લાખને રોજગારી મળશે. મુંબઈના વેપારીઓ સુરત શિફ્ટ થશે. અંતર્ગત અલથાણમાં ૪૮ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ બિલ્ડિંગ ફેબ્રુઆરીમાં શરૂ થઇ જશે. જેમાં સીસી કેમેરા, ટ્રાફિક, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફાયરના વાહનો, એમ્બયુલન્સ, કચરા ગાડી વગેરેનું ય્ઁજીથી મોનિટરીંગ કરાશે.

પાલિકા ચૂંટણીમાં વરાછાની ૨૭ બેઠક પર આપે કબ્જાે કર્યો હતો. જેથી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં વરાછા, કામરેજ, કરંજ, કતારગામ બેઠક પર પહેલીવાર ભાજપ-આપ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. તેથી તેની મિશ્ર અસર જાેવા મળે. આર્થિક પ્રગતિ જણાય તેમજ અગત્યની યોજનાઓનો અમલ થતો જણાય. ઉદ્યોગ-વ્યાપાર સાથે સંકળાયેલા લોકો માટે પ્રગતિકારક રહે તથા ઓદ્યોગિક ક્ષેત્ર અને ખેતીમાં નવી સિદ્ધિ મળે.

માર્ચથી ઓગસ્ટ નાણાકીય બાબતે સાનુકૂળ નીવડે સાથે જ શિક્ષણક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ થાય અને સરકારી સહયોગથી નવા પ્રયોગ થાય અને તેનો લાભ વિદ્યાર્થીઓ ને મળી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here