દાયકાઓ પછી, કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો ર્નિણય કર્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘છહ્લજીઁછ હેઠળના ક્ષેત્રોમાં ઘટાડો, ઁસ્ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઉગ્રવાદને ખતમ કરવાના સતત પ્રયાસો, ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા, સુરક્ષાની સારી સ્થિતિ અને અનેક સમજૂતીઓના કારણે ઝડપી વિકાસનું પરિણામ છે.’ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘ઁસ્ નરેન્દ્ર મોદીની અતૂટ પ્રતિબદ્ધતા માટે તમારો આભાર. આપણો પૂર્વોત્તર પ્રદેશ, જે દાયકાઓથી ઉપેક્ષિત હતો, તે હવે શાંતિ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ વિકાસના નવા યુગનો સાક્ષી બની રહ્યો છે. હું આ મહત્વપૂર્ણ અવસર પર પૂર્વોત્તરના લોકોને અભિનંદન આપું છું. છહ્લજીઁછને ૨૦૧૫માં ત્રિપુરામાંથી અને ૨૦૧૮માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી હતી. આસામમાં ૧૯૯૦ થી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન અમલમાં છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને કારણે હવે આસામના ૨૩ જિલ્લાઓને ૧ એપ્રિલથી છહ્લજીઁછની અસરમાંથી સંપૂર્ણપણે અને ૧ જિલ્લાને આંશિક રીતે દૂર કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં ડિસ્ટર્બ્ડ એરિયા ડિક્લેરેશન (ઇમ્ફાલ નગરપાલિકા વિસ્તાર સિવાય) ૨૦૦૪થી અમલમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેતા, ૧ એપ્રિલથી ૬ જિલ્લાના ૧૫ પોલીસ સ્ટેશન વિસ્તારોને અશાંત વિસ્તારની સૂચીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ૨૦૧૫માં અરુણાચલ પ્રદેશમાં ૩ જિલ્લાઓ, અરુણાચલ પ્રદેશથી આસામ સુધી ૨૦ કિ.મી. છહ્લજીઁછ ના પટ્ટામાં આવેલ ૧૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ૯ અન્ય જિલ્લાઓમાં લાગુ હતું, જે ધીમે ધીમે ઘટતું જાય છે, હાલમાં તે માત્ર ૩ જિલ્લાઓમાં અને ૧ અન્ય જિલ્લાના ૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ છે. નાગાલેન્ડમાં ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન વર્ષ ૧૯૯૫થી અમલમાં છે. કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે છહ્લજીઁછ હટાવવા માટે આ સંદર્ભમાં રચાયેલી સમિતિની ભલામણને સ્વીકારી લીધી છે. નાગાલેન્ડમાં ૭ જિલ્લાના ૧૫ પોલીસ સ્ટેશનોમાંથી ૧ એપ્રિલથી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન હટાવવામાં આવી રહ્યું છે.
નાગાલેન્ડમાં લોકો માટે કામ કરતી સંસ્થાએ નાગાલેન્ડમાં આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (છહ્લજીઁછ)ના વિસ્તરણની નિંદા કરી હતી. વાસ્તવમાં, ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ વિસ્તારમાં પેરા-કમાન્ડો દ્વારા ૧૪ નાગરિકોની હત્યા કરવામાં આવ્યા પછી, ઘણા વર્ગોએ છહ્લજીઁછ હટાવવાની માંગ કરી હતી. ગ્લોબલ નાગા ફોરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, “નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુર સહિત પ્રદેશની રાજ્ય સરકારોના નેતાઓએ છહ્લજીઁછ હટાવવાની અપીલ કરી હતી. વિસ્તારના લોકો અને નાગરિક સમાજ સંગઠનો છહ્લજીઁછ હટાવવા માંગે છે. સરકારે તે તરફ ધ્યાન આપવુ જાેઈએ.