થરાદના નારોલી ગામે સમસ્ત બોડાણા(લુહાર) પરિવાર દ્વારા નારોલી ગામના ગ્રામજનોના સાથ સહકારથી સંતશ્રી અમરાપીર દાદાની જીવન સમાધી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી, જેમાં તારીખ ૦૩/૦૫/૨૦૨૨ અને ૦૪/૦૫/૨૦૨૨ એમ બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજી હતી. તેમજ બે દિવસીય યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રીજીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞની આહુતિઓથી ધામધૂમથી ભવ્ય પ્રતિષ્ઠા કરાઈ હતી, ગત તારીખ ૩ મેના રોજ રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હોઈ શ્રોતાઓ બહોળી સંખ્યામાં ઉમટી કલાકારોએ ભજનની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, તથા પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે ડીજેના તાલે શોભાયાત્રા નીકાળી વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા સંપન્ન કરાઈ હતી. પ્રતિષ્ઠાના અંતિમ દિવસે કરાયેલ પ્રતિષ્ઠા પ્રસંગમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોઈ એમનું બોડાણા પરિવાર તરફથી સ્વાગત કરાયું હતું તેમજ આ પ્રસંગે સમસ્ત બોડાણા પરિવાર, સમસ્ત નારોલીના ગ્રામજનો, અગ્રણીઓ, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ