નૂતન હોસ્પિટલ –જ્યોતિ ટ્રસ્ટ દ્રારા વિરમપુર ખાતે ગરીબ આદિવાસી ૪૦૦ થી વધુ દર્દીઓની નિ: શુલ્ક સારવાર

0
710
visnagar nootan hospital

વિસનગર નૂતન મેડીકલ કોલેજ & રીસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ જ્યોતિ ટ્રસ્ટ, જીવનયોગ ટ્રસ્ટ દ્રારા વિસનગર તથા સંવેદના ટ્રસ્ટ વિરમપુર દ્રારા (તા.અમીરગઢ-બનાસકાંઠા) ખાતે દર મહિનાના છેલ્લા શનિવારે નિયમિત ધોરણે યોજાતા માસિક મેડિકલ કેમ્પનું આયોજન તા.૨૬/૦૨/૨૦૨૨ શનિવારે કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ૪૦૦ થી પણ વધુ ગરીબ આદિવાસી દર્દીઓને નિ:શુલ્ક તપાસ સારવાર તેમજ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી.

નૂતન જનરલ હોસ્પિટલના યુવા સેવાભાવી પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ અને સર્વે ટ્રસ્ટીગણ દ્રારા મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુદા જુદા ગામોમાં, દૂર દૂરના અંતરિયાળ ગરીબ આદિવાસી વિસ્તારમાં જ્યોતિ-જીવનયોગ ટ્રસ્ટ વિસનગર તેમજ સંવેદના ટ્રસ્ટના સહયોગ દ્રારા વિરમપુર ખાતે નિયમિત ધોરણે યોજાતા માસિક કેમ્પનું તા.૨૬/૦૨/૨૦૨૨ શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૂતન હોસ્પિટલના મેડીસીન ,સર્જરી,ENT,સ્કીન,ગાયનેક, ઓર્થોપેડીક,પેડીયાટ્રીક,હોમીયોપેથીક,ડેન્ટલ સહિતના તમામ વિભાગના ડૉક્ટર્સ તેમજ આંખવિભાગ માટે જ્યોતિ હોસ્પિટલ વિસનગર દ્રારા નિદાન સારવાર સેવાઓ આપવામાં આવી હતી. તમામ ૪૦૦ થી વધુ દર્દીઓને નિ:શુલ્ક દવા અને જરૂરિયાત મંદ આંખના નંબરના દર્દીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું જે પૈકી જરૂરિયાતમંદ વધુ સારવાર કે ઓપરેશન માટેના દર્દીઓને નિ: શુલ્ક સેવા સારવાર નૂતન હોસ્પિટલ ખાતે આપવામાં આવશે.લોકલાડીલા સામાજિક કાર્યકર અને સમાજના પ્રેરણાસ્ત્રોત એવા સ્વ-સાંકળચંદ દાદાની ૧૧૩ મી જન્મ જયંતિ નિમિતે તમામ દર્દીઓને મીઠાઇ સાથે ભોજન આપવામાં આવ્યું હતું.

સંવેદના ટ્રસ્ટના શ્રી હસમુખભાઈ પટેલ તથા શિલ્પાબેને કેમ્પમાં નોધપાત્ર દર્દીઓને ઘસારો અને આરોગ્યલક્ષી સેવા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નિ:શુલ્ક મળવા બદલ ખુશી વ્યકત કરી ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ અને શ્રી રમણભાઈ પટેલ સહિત સંસ્થાના તબીબગણ પેરામેડીકલ સ્ટાફ,દાતાઓ,જ્યોતિ ટ્રસ્ટ અને સાંકળચંદ યુનિ.ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્રારા આ સફળ ફી મેડીકલ કેમ્પમાં સુંદર આરોગ્યલક્ષી સગવડો નિયમિત ધોરણે નિ: શુલ્ક પૂરી પાડવા બદલ જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી પ્રજાવતી ખાસ અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here