નો એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન સાથે ડેઝી શાહ જાેવા મળશે

0
1122
daisyshah-no entry

અનીસ બઝમીએ સલમાનને તેની ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં સાઈન કર્યો છે જે ‘નો એન્ટ્રી’ની સિક્વલ હશે અને ટૂંક સમયમાં તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરશે. ત્યારે હાલ આ ફિલ્મ વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આમાં ટ્રિપલ રોલમાં જાેવા મળશે. સલમાન સિવાય આ ફિલ્મના અન્ય કલાકારો અનિલ કપૂર અને ફરદીન ખાન પણ ટ્રિપલ રોલ કરતા જાેવા મળી શકે છે અને આ તમામ ૯ પાત્રો માટે અલગ-અલગ અભિનેત્રીઓને કાસ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન સાથે ‘જય હો’ અને ‘રેસ ૩’માં જાેવા મળેલી આમાંથી એક ડેઝી શાહને કાસ્ટ કરવામાં આવી છે.

હાલ આ સિક્વલ માટે ચાર અભિનેત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નો એન્ટ્રીની સિક્વલનું પ્લાનિંગ ૬ વર્ષથી ચાલી રહ્યું છે, હવે સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. નિર્માતાઓએ જૂના કલાકારો અનિલ કપૂર, ફરદીન ખાન અને સલમાન ખાનને રાખવાનો ર્નિણય કર્યો છે. ઉપરાંત આ ફિલ્મમાં ૯ અભિનેત્રીઓ હશે જેમાંથી હાલ બિપાશા બાસુ, સેલિના જેટલી, લારા દત્તા અને ડેઝી શાહની પસંદગી કરવામાં આવી છે.

મુકેશ છાબરા આ ફિલ્મનુ કાસ્ટિંગ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૫માં ‘નો એન્ટ્રી’ પતિ-પત્નીના સંબંધો પર આધારિત ફિલ્મ હતી, જેમાં પતિ પોતાની પત્ની સાથે બેવફાઈ કરીને બહારની છોકરીઓ સાથે મસ્તી કરે છે.આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી.સલમાન ખાનની હિટ કોમેડી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે ફરી આ ફિલ્મના નિર્માણના સમાચારે જાેર પકડ્યું છે.

એવા અહેવાલો છે કે આ ફિલ્મની આગામી સિક્વલ માટે નિર્માતાઓએ ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં ડેઝી શાહ ફરી એકવાર સલમાન ખાન સાથે જાેવા મળશે. તમને જણાવી દઈએ કે, ડેઝી શાહ સલમાન સાથે ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘જય હો’ અને ૨૦૧૮માં ‘રેસ ૩’માં જાેવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here