સીએમ ચન્નીએ કેજરીવાલ પર લાગેલા આરોપોની કરી હતી તપાસની માંગ
પૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસે લગાવ્યા છે ગંભીર આરોપો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કેજરીવાલને કરી ચુક્યા છે આરોપો પર સવાલ
દદેશની રાજનીતિમાં એક રાજકિય ભૂકંપ આવવાની તૈયારી ચુકી છે.તાજેતરમાં કુમાર વિશ્વાસે કેજરીવાલને લઈને સનસનીખેજભર્યા ખુલાસા કર્યા હતા જેને લઈને દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કુમાર વિશ્વાસે કેજરીવાલની વિચારધારા અલગાવવાદીઓ સાથે જોડાયેલી છે અને કેજરીલાલ ખાલીસ્તાનીઓની મદદથી ચુંટણી જીતી અલગ ખાલીસ્તાનના પીએમ બનવાની વાત કરી રહ્યા છે એવું જણાવતા સનસની મચી જવા પામી છે. પંજાબમાં ચુનાવી રેલી કરતા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેજરીવાલને આડેહાથ લેતા સવાલ પુછ્યો હતો કે કેજરીવાલ કુમાર વિશ્વાસના આરોપો પર હા અથવા ના માં જવાબ આપે. કેજરીવાલની પાર્ટીનાપંજાબમાં સિખ ફોર જ્સ્ટીસ સાથે સંબંધોને લઈને પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીએ પીએમને પત્ર લખી કુમાર વિશ્વાસના આરોપો પર તપાસ કરવાની માંગ કરી હતી જેને પગલે ગૃહમંત્રી અમિત શાહે પંજાબ સીએમના પત્રનો જવાબ આપ્યો હતો ને જણાવ્યું હતુંકે પંજાબની સુરક્ષા માટે સરકાર કટિબધ્ધ છે અને આ મામલાને કેન્દ્ર સરકાર ગંભીરતા થી લઈ રહી છે. કેજરીવાલ પર લાગેલા આરોપો થી દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને પંજાબમાં ચુંટણીઓ હોવાથી આ આરોપોમાં કેટલું તથ્ય છે એ તો હવે કેન્દ્ર સરકારની તપાસ પછી જ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બરમાંથી એક છે જેઓને કેજરીવાલ સાથે મન મુટાવ થતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીને ગુડ બાય કહ્યું હતું. દિલ્હીના સીએમ કેજરીવાલે પોતાના પર લાગેલા આરોપો અને અલગાવવાદીઓ સાથે સંબંધોને લઈને કોઈ જાહેર ખુલાસો કર્યો નથી….