પતિના મોબાઈલમાં પ્રેમિકાના મેસેજ અને કમ્પ્યુટરમાં ફોટા જાેઈ પત્નીને માર મારી પતિએ છુટાછેડા માંગ્યા

0
654

અમદાવાદ ના શાહીબાગ વિસ્તાર માં રહેતી પરિણિતાના લગ્નના એક વર્ષમાં જ દહેજના દૂષણના કારણે સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મોબાઇલમાં અન્ય મહિલાના મેસજ અને કમ્પ્યુટરમાં મહિલાના ફોટા પત્ની જાેઇ જતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધનો ભાંડો ફૂટયો હતો, જેને લઇને પતિ-પત્ની વચ્ચે તકરાર વધી હતી અને આખરે પતિ સ્વીકારવા તૈયાર ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો.કેસની વિગત પ્રમાણે શાહીબાગ વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

ગયા વર્ષ મહિલાના જ્ઞાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નના બે મહિના બાદ ઘર કામમાં નાની નાની બાબતે તકરાર કરીને મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને સાસરીવાળા દ્વારા વારવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. એક દિવસ પત્નીએ પતિના મોબાઇલમાં અન્ય સ્ત્રીના મેસજ અને કમ્પ્યુટરમાં ફોટા જાેઇ જતાં પતિ -પત્ની વચ્ચે તકરાર વધી હતી. બીજી તરફ સાસરી વાળા પણ મહિલાને રસોડામાં પણ જવા દેતા ન હતા અને તારા હાથનું કામ ગમતુ નથી તેમ કહીને માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સગા અને સાસરીવાળા સગા સબંધી ભેગા થયા હતા આ સમયે પતિના પ્રેમ સબંધને લઇને પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને બધાની હાજરીમાં લાફો મારી દીધો હતો ત્યારથી મહિલા પોતાના પિયરમાં રહેવા ગઇ હતી, સમય જતાં પતિ તેડવા આવતા ન હતા અને છૂટાછેડા માટે દબાણ કરતા હોવાથી આખરે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here