પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સહિત પ્રદેશ આગેવાનોખાસ ઉપસ્થિત રહ્યા..
અનેક સમસ્યાઓ અને વિવાદો ભૂલી પત્રકારો ને એક થવા કરી હાકલ…
ખેડા જિલ્લા અને સમાવિષ્ટ તાલુકાઓ ની કારોબારી પૂર્ણ થતાં યોજાયું જિલ્લા કક્ષા નું મહા અધિવેશન….
આજે પત્રકાર એકતા પરિષદ ગુજરાત નું એક ખાસ જિલ્લા કક્ષા નું મહા અધિવેશન યોજવામાં આવ્યું હતું.. કપડવંજનાં લાયન્સ ક્લબ ના હોલ માં અધિવેશન માં હાજરી આપી પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ પ્રભારી શ્રી,ગૌરાંગ ભાઈ પંડ્યા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગીરવાનસિહ સરવૈયા, પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી પ્રદેશ અગ્રણી સર્વશ્રી પાલીતાણા થી આર.બી રાઠોડ, અમદાવાદ થી દિનેશભાઈ કલાલ, જૂનાગઢ થી મુકેશભાઈ સખીયા,મહેસાણા થી પ્રહલાદ ભાઈ ચૌહાણ,બનાસકાંઠા થી જગદીશ સિહ પરમાર, બનાસકાંઠા થી અંબારામ રાવળ,વડોદરા થી નિલેશ ભાઈ પાઠક , શૈલેષ ભાઈ પંડ્યા, શ્રી સહિત પ્રદેશ કારોબારી સભ્યો,ઝોન -૯ ના પ્રભારી શ્રી ભરતસિહ રાઠોડ, જોન ૧૦ ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ સરવૈયા, જોન ૧૨ ના પ્રભારી શ્રી હેમુભા વાઘેલા, મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ યોગી, શ્રી ધીરુભાઈ પરમાર, જોન ૯ ના શ્રી મનોજ ભાઈ રાવળ, સહિત મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા..
કાર્યક્રમ નો પ્રારંભ ભારતીય દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો,સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ના વરદ હસ્તે કરવામાં આવ્યા,બાદ ઉપરોક્ત પ્રદેશ આગેવાનો અને મહેમાનો નું ફૂલ હાર થી સ્વાગત સ્થાનિક પત્રકારોએ કર્યું હતું..કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રદેશ આઇ.ટી. સેલ ના અધ્યક્ષ શ્રી સમિર બાવાણી એ કર્યું હતું..
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા એ આ સંગઠન નો પ્રારંભ કયારે કર્યો,કેટલા જિલ્લા ના પત્રકારો ની હાજરી હતી,કેટલા પત્રકારો હાજર હતા..ને સર્વાનુમતે સંગઠન નું નામ પણ નક્કી કરવામાં આવ્યું હતું,તેમજ ૩૧ જિલ્લા ના તાલુકા કારોબારી તેમજ જિલ્લા કારોબારી સહિત ના સંગઠન પૂર્ણ કર્યા ની માહિતી આપી હતી..સ્થાનિક પત્રકારો સહિત ના તમામ નો પરિચય જાતે આપ્યો હતો.પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોદિયા ના સંપૂર્ણ ગાઈડ લાઈન નીતિ નિયમો સાથે સંગઠન કાર્ય કરતું હોવા સહિત સી.આર પાટિલ સાથે થયેલી ચર્ચા ની વાત રજૂ કરતાં સૌ હર્ષભેર તાળીઓ પાડી ખુશાલી વ્યક્ત કરી હતી…!!!
ખેડા જિલ્લા ના તમામ તાલુકાને જિલ્લા ના નવનિયુક્ત હોદ્દેદારો ને સન્માન કરી,નિયુક્તિ પત્રો પ્રદેશ આગેવાનો ના વરદહસ્તે આપવામાં આવ્યા હતા.સ્થાનિક પત્રકારો સહિત ના તમામ નો પરિચય જાતે આપ્યો હતો.ગુજરાત રાજયમા પત્રકાર એકતા પરિષદ ના નેજા હેઠળ ખેડા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ ચેતનદાસ પટેલ ની સમગ્ર હોદ્દેદારોની ટીમે ભારે જહેમત ઉઠાવી જિલ્લા કાક્ષાનું મહા અધિવેશન બોલાવી પત્રકાર એકતા પરિષદ નો ડંકો વગાડી દીધો હતો.